બજાર » સમાચાર » બજાર

વિશ્વના કોરોના અંધાધૂંધીની વચ્ચે અમેરિકાએ ડબ્લ્યુએચઓ સાથે તોડ્યા સંબંધ

ના રોજ પ્રકાશિત Sat, 30, 2020 પર 11:40  |  સ્ત્રોત : Moneycontrol.com

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું છે કે અમેરિકા ડબ્લ્યુએચઓની સાથે તમામ સંબંધો સમાપ્ત કરશે. વાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દર વર્ષે 4 કરોડ ડૉલરનું અનુદાન આપ્યા છતાં ડબ્લ્યુએચઓ પર ચીનનો સંપૂર્ણ નિયંત્રણ છે. ત્યારે જ અમેરિકા ડબ્લ્યુએચઓને અનુદાનના ધોરણે દર વર્ષે લગભગ 45 કરોડ ડૉલર આપે છે.


તેમણે વધુમાં કહ્યું કે કોરોના વાયરસ પર દુનિયા ચીન પાસેથી જવાબ માંગે છે. આપણે આ મુદ્દા પર પારદર્શિતા રાખવું જોઇએ. ચુનાએ કેમ વુહાનના લોકોને ચીનના અન્ય ભાગોમાં જતા અટકાવ્યા. કોરોના આઉટબ્રેકના દરમિયાન ચીને વુહાનથી સંક્રમિત લોકોને ચીનના અન્ય ભાગોમાં જતા અટકાવ્યા, પરંતુ અમેરિકા અને યુરોપ સહિત સંપૂર્ણ દુનિયામાં વુહાન લોકોના અવરજવર પર કોઈ પ્રતિબંધ નહીં લગાવી.


ટ્રમ્પે કોરોના વાયરસ મુદ્દા પર સતત ડબલ્યુએચઓ પર હુમલો કર્યો છે. તેમણે સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળાથી થયા વિનાશ માટે ચીનને દોષી ઠેરવ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે અમેરિકા દ્વારા ડબ્લ્યુએચઓને આપવા વાળા અનુદાન અત્યારે દુનિયાના બીજા પબ્લિક હેલ્થ ઑર્ગેનાઇઝેશનને આપવામાં આવશે.


એના સાથે જ ટ્રમ્પે ચીન વિરુદ્ધ ઘણી અન્ય ઘોષણાઓ કરી, જેમાં અમેરિકામાં કેટલાક વિસ્તારો માંથી ચાઇનીઝ લોકોના પ્રવેશ પર નિષેધ અને અમેરિકામાં ચાઇનાના રોકાણને કડક બનાવવા સંબંધિત ઘોષણાઓનો સમાવેશ થાય છે.


ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે હોગકોગમાં ચીનના નવા દમનકારી કાયદાને ધ્યાનમાં રાખીને અમેરિકા હોગકોગને અપાયેલી વિશેષ દરજ્જો પાછો લેશે.