બજાર » સમાચાર » બજાર

આણંદ: સૈયદપુરામાં દિપડાની દહેશત

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આણંદના સૈયદપુરામાં દીપડાની દહેશત વ્યાપી છે. અહી દિપડાએ બે લોકો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.


બીજી તરફ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સૈયદપુરા જવા રવાના થઈ છે. ઉલ્લેખનિય છે કે દિપડાના હુમલા બાદ સૈયદપુરામાં ભયનો માહોલ છે. ગામમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.