બજાર » સમાચાર » બજાર

અમુક મહિનાઓ સુધી ચાલે એટલો APIનો સ્ટૉક છે: કિરણ મઝુમદાર શૉ

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈકાલની નીતિ આયોગની API મુદ્દે થયેલી બેઠક બાદ આજે નેટવર્ક સાથે બાયોકોનના ચેરપર્સન, કિરણ મઝુમદાર શૉએ વાત કરી હતી અને જણાવ્યું હતું કે અમુક મહિનાઓ સુધી ચાલે એટલો APIનો સ્ટોક છે, પરંતુ કોરોના વાયરસની અસર જો 6 મહિના સુધી રહેશે તો કંઈક પગલાં લેવા પડશે.


જો કોરોના વાયરસનો કહેર 6 મહિનાથી આગળ વધે તો પગલા લેવા જરૂરી છે. APIsમાં બાબતે અમુક મહિનાઓ સુધી તો રાહત છે. APIs અને ઇન્ટરમિડીએટ પ્રોડક્શનમાં ગુમાવેલું સ્થાન ફરી મેળવવું પડશે. આગળ જતાં જરૂરિયાતની દવાઓનું જ ઉત્પાદન સૌથી પહેલા કરવું પડશે.


ઘણાં પેટ્રોકેમિકલ પ્લાન્ટ APIsનું ઉત્પાદન કરી શકે છે અને તે અંગે શક્યતા તપાસવી જોઈએ. USFDA એનું કામ કરી રહી છે, API મુદ્દે આવનારા સમયમાં વધુ તપાસ આવી શકે છે. USFDA દ્વારા જલ્દી મંજૂરીઓ મળી જશે એવું દેખાઈ રહ્યું છે.


બેંગાલુરૂ પ્લાન્ટને મળેલા અવલોકનોને CAPAના પ્લાન સાથે દૂર કરવા પડશે. ઈનસ્યુલિન ગ્લારગાઈન માટે 2020ની ડેડલાઈનમાં કામ પૂરૂ થવાની આશા છે.