બજાર » સમાચાર » રાજકારણ

અડધી રાતે સુપ્રિમ કોર્ટમાં અરજી, ત્યાંથી પણ મદદ ન મળી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 18:36  |  સ્ત્રોત : CNBC-Bajar

આ પહેલાં ગઈકાલે રાત્રે અઢી વાગ્યા સુધી દિલ્લીમાં હાઈ વોલ્ટેજ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રિમ કોર્ટમાં કર્ણાટકમાં રાજયપાલના નિર્ણય પર પ્રતિબંધ લગાવવા માટે તાત્કાલિક સુનવણીની અરજી કરી.


મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ રાત્રે દોઢ વાગ્યે સિંઘવીની અરજી પર સુનવણી કરવા માટે જસ્ટીસ એ કે સિકરી, જસ્ટીસ એસ એ બોબડે અને જસ્ટીસ અશોક ભુષણની 3 જજની બેન્ચની નિમણૂંક કરી. બંને પક્ષો તરફથી દલીલ સાંભળ્યા બાદ સુપ્રિમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે તે રાજયપાલના નિર્ણય પર પ્રતિબંધ ના લગાવી શકે. પરંતુ કેસની સુનવણી અને અંતિમ નિર્ણયનો તેમાં સમાવેશ કરવામાં આવશે. કોર્ટે કાલે એટેલેક શુક્રવારે સવારે સાડા 10 વાગ્યે આગળના મામલાની સુનવણી કરશે.


તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી પણ કર્ણાટકની કાયદાકીય લડતમાં કૂદી પડ્યા છે. તેઓ પોતાની તરફથી સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખશે, જેઠમલાણીએ રાજ્યપાલ પર ભ્રષ્ટાચારનો રસ્તો ખોલવાનો આરોપ લગાવ્યો