બજાર » સમાચાર » બજાર

નાગરિકતા સંશોધન બિલ પર અસમમાં વિરોધ

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

નાગરિકતા સંશોધન બિલ લોકસબામાં પાસ થઈ ગયું છે, પરંતુ તેના વિરોધમાં અસમ, ત્રિપુરાથી લઈને બંગાળ સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. અસમમાં અલગ અલગ સંગઠનો દ્વારા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તેમણે 12 કલાકના બંધનું એલાન કર્યું છે. જેને ઘણી રાજનૈતિક પાર્ટીઓનું પણ સમર્થન મળ્યું છે.


અસમના ગુવાહાટી, ગોલાઘાટા, જરિબાટમાં બિલના વિરુદ્ધમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. કેટલીક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓએ આગચંપી પણ કરી હતી. ગુવાહાટીમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ મીડિયાની ટીમ પર પણ હુમલો કર્યો હતો.


તો ત્રિપુરાની રાજધાની અગરતલામાં પ્રદર્શન કરી રહેલા લોકો વિરુદ્ધ નારેબાજી કરીને ધરણા પર બેઠા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.