બજાર » સમાચાર » બજાર

એસુસનો ફ્લેગશિપ ફોન 6Z લૉન્ચ

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 18:45  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્માર્ટફોન બનાવનારી કંપની એસુસે આજે પોતાનો ફ્લેગશિપ ફોન 6Z લૉન્ચ કર્યો છે. આ ફોનમાં સૌથી મોટી ખાસિયત છ તેનો 48 અને 13 મેગાપિક્સલનો ફ્લિપ કેમેરા, જે ફ્લિપ થયા બાદ ફ્રન્ટ બની જાય છે. કંપનીએ આ ફોનમાં 6GB રેમ સાથે 64GB અને 128GB સ્ટોરેજ ઓપ્શન સાથે ઉતાર્યો છે.


આ સિવાય 8GB રેમ 256GB સ્ટોરેજ વાળા વેરાયન્ટ પણ મળશે. આ ફોન સ્નેપડ્રેગન 855 પ્રોસેસર અને દમદાર 5000 mAhની બેટરીથી સજ્જ છે. આમાં 6.4 ઇંચનો ફુલ HD ડિસ્પ્લે છે. 6GB રેમ 64GB સ્ટોરેજની કિંમત 32 હજાર રૂપિયા અને 8GB રેમ 256GB સ્ટોરેજની કિંમત 40 હજાર રૂપિયા છે. આ ફોનની સીધી ટક્કર વન પ્લસ 7 પ્રો સાથે થશે. આનું વેચાણ 26 જૂનથી ફ્લિપકાર્ટ પર થશે.