બજાર » સમાચાર » બજાર

ઓટો ઉત્પાદકો તહેવારની સીઝનમાં મોટું ડિસ્કાઉન્ટ આપશે: પવન ગોયન્કા

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 13:23  |  સ્ત્રોત : CNBC-Bajar

એમએન્ડએમના એમડી પવન ગોયન્કા સાથેની ચર્ચા દરમિયાન તેઓએ જણાવ્યું કે કોર્પોરેટ ટેક્સ કટથી કંપનીને ઘણી અસર થશે તેમજ ટેક્સમાં કાપ આવ્યા બાદ કેપેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ સાઈકલ આગળ ચાલશે. ઓટો કંપનીઓ કિંમતોમાં ઘટાડો નહી કરે.


માગ વધવાની જગ્યાએ કેપેક્સ સાઈકલમાં વધારો જોવા મળશે. આપણે 100% ટેક્સ બેનિફિટ ટ્રાન્સફર કરીએ તો પણ કિંમતમાં ઘટાડો 0.5% સુધી મર્યાદિત રહેશે. માંગમાં વધારો લાવવા 0.5% ભાવ ઘટાડો પર્યાપ્ત છે કે નહીં તેની ખાતરી નથી. ઓટો ઉત્પાદકોએ તહેવારની સીઝનમાં મોટું ડિસ્કાઉન્ટ આપશે. ઑટો કંપનીઓ પાસે ગ્રાહકોને પ્રોત્સાહનો આપવા માટે કઇં નથી.