બજાર » સમાચાર » બજાર

ઓટોસેક્ટરના ખરાબ સમયનો અંતે આવશે: પવન ગોયન્કા

ના રોજ પ્રકાશિત Tue, 19, 2019 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમડી પવન ગોયન્કાનું માનવું છે કે ઓટો સેક્ટરનો ખરાબ સમયનો અંત આવશે. બજેટમાં જો ઈન્કમ ટેક્સ ઓછો થઈ જાય છે તો તેનાથી માગમાં સારો બૂસ્ટ જોવા મળશે. ઓક્ટોબર મહિનો અપેક્ષાથી ઘણો સારો રહ્યો. નવેમ્બર-ડિસેમ્બર પણ સારો રહ્યો તો રિવાઈવલના સંકેત છે.


5 જુલાઈથી 1.35% સુધી વ્યાજદર ઘટ્યા. સસ્તી લોનનો ફાયદો ગ્રાહકોને હજુ નથી મળ્યો. કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો નિર્ણય ઐતિહાસિક છે. GST રિફંડ ઝડપી બની રહ્યા છે. ઓટો સેક્ટરના ખરાબકાળનો અંત આવી શકે છે. બજેટમાં ઈન્કમ ટેક્સ ઘટ્યો તો જોરદાર ફાયદો થશે.

EV કેટલા સફળ રહેશે?
EVને પ્રોત્સાહન આપવા માટે સરકારે સારું કામ કર્યું છે. ઈન્ડસ્ટ્રીએ આગળ વધીને EVને અપનાવવું જોઈએ. થ્રી વ્હીલર્સમાં સૌથી પહેલા EV કન્વર્ઝન. ઓલા-ઉબર પણ EV મોડલ અપનાવી શકે છે. 2023-24 સુધી કમર્શિયલ સેગમેન્ટમાં EVનો ઉપયોગ શરૂ થશે.

પવન ગોયન્કાનું કહેવુ છે કે ફોક્સ BS-IV પર એટલે છે કે BS-IV ગાડિઓનું ઉત્પાદન સંભાળીને કરી રહ્યા છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝને લઇને આવનાર ક્વાર્ટરમાં અનિશ્વિતતા છે. BS-VI નિયમ આવવાથી વેચાણ પર અસર દેખાશે. BS-VI ગાડિઓના ભાવ વધારે હશે.


માર્ચ સુધી BS-IVની બધી જ ગાડિઓ વેચવાનું લક્ષ્ય છે. BS-IV ગાડિઓનું ઉત્પાદન ઓછી કરી રહ્યા છે. જાન્યુઆરીથી BS-VI ગાડિઓનું ઉત્પાદન શરૂ થશે. BS-VI ગાડિઓ માટે ઇંધણની મોટી સમસ્યા હશે. BS-VIમાં વધારે ડિસકાઉન્ટની આશા ન રાખવી જોઇએ.