બજાર » સમાચાર » બજાર

આજે ઑટો સ્ટૉક્સમાં મજબૂત તેજી સાથે કારોબાર, શું છે સમાચાર!

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 15:54  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે ઑટો સ્ટૉક્સ ખાસ ફોકસમાં રહ્યા. સરકાર ટૂંકસમયમાં સ્લોડાઉનને રિકવર કરવા માટે રાહત પેકેજ આપવાની જાહેરાત કરી શકે છે તેવા સમાચાર પર આજે ઑટો સ્ટૉક્સમાં તેજી જોવા મળી છે. ગઇકાલે નાણાં મંત્રીએ કહ્યું હતું કે સરકારને ખ્યાલ છે કે ઑટો સેક્ટરમાં અમૂક અડચણ છે જેના માટે તે પગલા લેવા તૈયાર છે.


તેમણે એમ પણ કહ્યું કે સરકારે ઑટોમોબાઇલ અને ઑટો કમ્પોનેન્ટ ઇન્ડસ્ટ્રી પાસેથી ભલામણ લઇ લીધી છે. અને સરકાર અમૂક નિર્ણયો પર વિચારણા કરી રહી છે. જોકે હજૂ સુધી GST દરમાં રાહત પર કોઇ સ્પષ્ટતા નથી ત્યારે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર સ્ક્રેપેજ પૉલિસી પર કામ કરી રહી છે અને જલ્દીથી તેની જાહેરાત કરવામાં આવશે.