બજાર » સમાચાર » બજાર

બજારોત્સવ: મ્યુચ્યુઅલ ફંડ સ્પેશલ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 11:46  |  સ્ત્રોત : CNBC-Bajar

છેલ્લા એક વર્ષમાં માર્કેટના રિટર્ન જોરદાર રહ્યા છે અને એમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ ભજવ્યો છે. આવનારા વર્ષો માટે પણ સૌથી આકર્ષક મ્યુચ્યુઅલ ફંડ રોકાણ જ છે એમ માની રહ્યા છે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ત્રણ દિગ્ગજ.

મોતીલાલ ઓસવાલ એએમસીના સીઈઓ આશિષ સોમૈયાનું કહેવુ છે કે ગયા એક વર્ષમાં માર્કેટમાં ઘણી મોટી ઇવેન્ટ્સ થઈ છે. નોટબંધી બાદ કરેક્શનથી માર્કેટ 7700 સુધી પહોંચ્યું. રિકવરી બાદ ફરી જીએસટી અમલીકરણની પણ અસર રહી.


નોટબંધીથી આર્થિક વ્યવસ્થામાં ડિજીટાઇઝેશનથી લાભ થયો. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને નોટબંધી બાદ ઘણો લાભ થયો. રોકાણકારો પાસે વિકલ્પ ન રહેતાં મ્યુચ્યુઅલ ફંડ્સને ઘણો લાભ થશે. આ ટ્રેન્ડ એક તેજીની વાત નથી, આગળ પણ જળવાશે.

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના ફંડ મૅનેજર અને પ્રોડક્ટ-સ્ટ્રૅટેજીના હેડ ચિંતન હરિયાના મતે માર્કેટનું સેન્ટિમેન્ટ સ્થિર છે. વ્યાજદરમાં ઘટાડાથી ડેટ કે ઇક્વિટી તરફ આકર્ષણ વધ્યું છે. રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ ધીમે-ધીમે ઘટ્યું છે.


રિયલ એસ્ટેટ-સોનામાં કુલ 70% રોકાણ, ઇક્વિટીમાં ફક્ત 3-4% છે. રોકાણકારો લાંબાગાળાના રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ્સને પસંદ કરે છે. આવનારા ઘણા વર્ષ સુધી એસઆઈપી મારફત આવતા પૈસા ટકી રહેશે.

ટાટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મૅનેજર રૂપેશ પટેલના મુજબ બે તૃતિયાંશ રોકાણ સોના-જમીનમાં, ત્યાર બાદ એફડીમાં સૌથી વધુ રોકાણ. ઇક્વિટીમાં રોકાણ વધી રહ્યું છે તો એ સરપ્રાઇઝિંગ નથી. લાંબાગાળે જીડીપી ગ્રોથ સ્થિર રહેશે અથવા વધશે, જેથી ઇક્વિટી રિટર્ન સુધરશે. રોકાણકારે મ્યુચ્યુઅલ ફંડ માટે મધ્યમથી લાંબાગાળાનો અભિગમ રાખવો જોઈએ. ભારતની ગ્રોથસ્ટોરીને જોતાં ઇક્વિટી રોકાણ ઘણું આકર્ષક છે.