બજાર » સમાચાર » બજાર

બેન્ક ઇન્શ્યોરન્સ કવરમાં વધારો થશે

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 11:45  |  સ્ત્રોત : CNBC-Bajar

હવે બેન્કના ડૂબવા પર જમાકર્તાઓને માત્ર એક લાખ રૂપિયાથી સંતોષ નહી કરવો પડે કારણ કે સરકાર જમા રકમના ઇન્શ્યોરન્સનો સમયગાળો વધારવા પર વિચાર કરી રહી છે. નાણા મંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે આ માટે નિયમમાં જરૂરી બદલાવ કરવામાં આવી શકે છે. સાથે જ સરકાર ઇક્વિટી માર્કેટમાં ટેક્સ ઘટાડવા સાથેના ઘણા બીજા મોટા મુદ્દે વિચાર કરી રહી છે.


બેન્ક ડૂબવા પર રકમ વધારે મળશે. હાલ વધારેમાં વધારે એક લાખ રૂપિયા મળે છે. કો-ઓપરેટિવ બેન્ક પર પણ નિયમો લાગૂ થશે. સંસદના આવનાર સત્રમાં નિયમોમાં બદલાવ થઈ શકે છે.