બજાર » સમાચાર » બજાર

તમલ બદ્યોપાધ્યાયની પુસ્તક લૉન્ચ

ના રોજ પ્રકાશિત Thu, 11, 2019 પર 13:11  |  સ્ત્રોત : CNBC-Bajar

પત્રકાર-લેખક તમલ બંધોપાધ્યાયની પુસ્તક એચડીએફસી બેન્ક 2.0, ડાઉન ટુ ડિજિટલ લૉન્ચ થઇ હતી. ત્યારે આ બુક લૉન્ચના પ્રસંગે એચડીએફસી બેન્કના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન આદિત્ય પુરીએ એનપીએને લઇને પોતાના અનુભવો રજૂ કર્યા હતા.


તેમજ વિજય માલ્યા અને નીરવ મોદી સાથેની મુલાકાતને લઇને ઉઠેલા પ્રશ્નોનો જવાબ આપતા તેઓએ કહ્યું કે વિજય માલ્યા અને નીરવ મોદીને તેઓ એક બેન્કર તરીકે મળ્યા હતા ના કે મિત્ર તરીકે. વિજય માલ્યા અને નીરવ મોદી મારા મિત્રો નથી. બેન્કિંગ અને મિત્રતા અલગ-અલગ છે. વિજય માલ્યા અને નનીરવ મોદીને કોઇ દેવું નથી આપ્યું.

તમલ બદ્યોપાધ્યાયની બુક લૉન્ચમાં એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે પણ આપી હતી પોતાની હાજરી. જ્યાં તેઓએ કહ્યું કે નાદારી કાયદામાં ફેરફાર થવા જોઇએ, જેથી સિક્યોર્ડ અને ઓપરેશનલ ક્રેડિટર્સમાં અંતર કરી શકાય.