બજાર » સમાચાર » બજાર

બેન્કિગ સેક્ટરમાં રોકાણ કરવાનો સમય સારો: વિકાસ ખેમાણી

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

કાર્નેલિયન કેપિટલ એડવાઇઝર્સના ફાઉન્ડર વિકાસ ખેમાણીનું કહેવુ છે કે મેક્રો ફેક્ટર ધીમે ધીમે સુધરી રહ્યું છે. સરકાર તરફથી પણ કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. સૌથી મહત્વનું મોંઘવારી હાલ કાબૂમાં છે. નાણાકિય સ્થિતી સુધરતાં વર્ષ પણ લાગી શકે છે. માર્કેટમાં રોકાણ કરવાનો સમય સારો છે. વૈશ્વિક પરિબળો પણ સુધરી રહ્યા છે.

વિકાસ ખેમાણીના મતે ઑટો સેક્ટરમાં માત્ર નેગેટિવ નંબર આવ્યા છે. કન્ઝમ્પશનમાં એટલું સ્લોડાઉન નથી જેટલું કહેવામાં આવ્યું છે. ઑટો સેક્ટરમાં રિકવરી પહેલા આવશે. બેન્કિગ સેક્ટરમાં રોકાણ કરવાનો સમય સારો છે.

વિકાસ ખેમાણીનું માનવુ છે કે સરકારે PSU બેન્કમાં હજી સુધારા કરવાની જરૂર છે. સરકારે રિસ્ક ઍપિટાઇટને પાછી લાવવાની કોશિશ કરવી જોઈએ. સરકાર ધીરે ધીરે માર્કેટમાં સુધારા કરવાની કોશિશ કરી રહી છે. લાર્જ કેપ અને મિડ કેપ હંમેશાથી રિસ્ક ઍપિટાઇટ રહ્યું છે. મિડ કેપમાં રિકવરી જલ્દી આવશે. મિડ કેપમાં રિર્ટનસ સારા મળશે.

વિકાસ ખેમાણીના મુજબ ફાર્મા સેક્ટરમાં થોડો સુધારો દેખાઈ રહ્યો છે. ફાર્મા સેક્ટરની માર્જિનમાં સતત ઘટાડો દેખાઈ રહ્યો છે. ફાર્મા સેક્ટરમાં ગ્રોથ નહીં દેખાશે ત્યા સુધી તે લિડર નહી બની શકે. ફાર્મા સેક્ટરમા લાંબાગાળા માટે રોકાણ ન કરી શકાય.

વિકાસ ખેમાણીનું કહેવુ છે કે કંઝમ્પશનમાં ગ્રોથ આવશે. જૂનના ત્રિમાસીકમાં કેટલાક સેક્ટર્સમાં 5 %-15% જેટલું ગ્રોથ આવ્યો છે. આ બંન્ને સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટીવ છે. એવિએશન, કેમિકલ અને મેન્યુફેક્ચરીંગમાં ગ્રોથ સારો દેખાઈ રહ્યો છે. EPCમાં પણ ઘણી કંપનીઓના ઓર્ડરબુક સારા છે અને સારો ગ્રોથ કરી રહી છે.

વિકાસ ખેમાણીના મતે માર્કેટ બોટમ આઉટ થઈ ગયા છે. માર્કેટમાં નાણાકિય સુધારો આવતા હજી સમય લાગશે. ડૉલર ઈન્ડેક્સ શિખર પર પહોચી ગયો છે, હવે તેમાં નબળાઈ આવશે. ઈમર્જિંગ માર્કેટ તરફ વધારે ફ્લો જોવા મળશે. ફેડ રેટ કટ કરવાની કોશિશ કરી રહ્યા છે. USની યીલ્ડ 10 વર્ષ પછી ઓછી થવા લાગી છે.