બજાર » સમાચાર » બજાર

Coronavirus: બેન્કોએ રજુ કરી સ્પેશલ ઇમરજન્સી લોન

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 12:25  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોનાવાયરસના લીધેથી તમામ કારોબારીઓનો ધંધો લગભગ ઠપ પડી ગયો છે. એવામાં કેટલીક બેન્કો કારોબારીઓના સસ્તી લૉન ઑફર કરી રહી છે. રાજ્ય સરકારે અધીન આવવાળા ઈન્ડિયન બેન્ક, યૂનિયન બેન્ક ઑફ ઈન્ડિયા અને બેન્ક ઑફ બરોડાએ બુધવારના સ્પેશલ ઈમરજન્સી લોન (Special emergency Loan) આપવાની જાહેરાત કરી છે.

તેના સિવાય કેટલીક બીજી સરકારી બેન્કો પણ આ રીતની લોન લઈને આવી રહી છે. તેમાં કેનેરા બેન્ક, યૂકો બેન્ક અને ઈન્ડિયન ઓવરસિઝ બેન્ક શામિલ છે. સરકારી બેન્ક એ કારોબારીઓને લોન આપશે જેનો કારોબાર કોરોનાવાયરસના લીધેથી ચોપટ થઈ રહ્યો છે.

ઈન્ડિયન બેન્કના એમડી પદ્મજા ચૌધરીએ જણાવ્યુ, આ મુશ્કિલ સમયમાં બેન્ક પોતાના ગ્રાહકોની સાથે ઉભી છે. વર્તમાન હાલાતને જોતા અમે એવી લોન પ્રોડક્ટ લૉન્ચ કરી છે એટલે હાલની જરૂરતોને પૂરી કરી શકાય છે.

યૂનિયન બેન્કે કહ્યુ કે કોરોનાવાયરસના વધતા સંક્રમણને જોઈને અમે ઈમરજન્સી લોન આપી રહ્યા છે. કેનેરા બેન્કે પણ એમએસએમઈ, કૉરપોરેટ, બિઝનેસ અને કૃષિ માટે ઈમરજન્સી લોન આપવાનો નિર્ણય કર્યો છે.