બજાર » સમાચાર » બજાર

ભુજ: માસિકધર્મ તપાસણીનો વિવાદ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 12:13  |  સ્ત્રોત : CNBC-Bajar

કચ્છમાં માસિકધર્મ તપાસણી મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા આજે ભુજની કોલેજની મુલાકાત લેવાવાની છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે જેના કારણે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ આજે ભુજ પહોંચવાની છે. પરંતુ આ પહેલા ટ્રસ્ટ દ્વારા આંતરીક તપાસ આદરવામાં આવી હતી અને તપાસના પગલે 3 લોકોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે, તેમ જ 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવાવમાં આવી છે. સ્ટીઓએ કૉલેજનાં આચાર્ય રીટાબેન, નયનાબેન નામનાં પટ્ટાવાળા અને હોસ્ટેલના ગૃહમાતા રમીલાબેનને સસ્પેન્ડ કર્યા છે.


કચ્છના ભૂજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસના મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ શરમજનક બનાવમાં 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં આચાર્ય, કો-ઓર્ડિનેટર, સુપરવાઇઝર અને પ્યુનનો સમાવેશ થાય છે. ફરિયાદ નોંધાયા બાદ વિદ્યાર્થિનીઓએ ફરિયાદ પાછી ખેંચવા હોબાળો મચાવ્યો હતો. પરંતુ પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરવા મક્કમ છે.