બજાર » સમાચાર » બજાર

સહારાની એમ્બી વેલી પ્રોજેક્ટ ખરીદવા માટે બીડ

ના રોજ પ્રકાશિત Sat, 12, 2017 પર 14:04  |  સ્ત્રોત : CNBC-Bajar

મોરિશિયસના ફંડ રોયલ પાર્ટનર્સે સહારાની એમ્બી વેલી પ્રોજેક્ટ ખરીદવા માટે બિડ મૂકી છે. રોયલ પાર્ટનર્સે એમ્બી વેલી માટે 167 કરોડ ડોલર એટલે કે લગભગ 10 હજાર 700 કરોડની ઓફર કરવામાં આવી છે. જોકે સહારાએ એમ્બી વેલીનું વેલ્યુએશન એક લાખ કરોડ રૂપિયા કાઢ્યું છે.


ઉલ્લેખનિય છે કે ગઈકાલે જ સુપ્રીમ કોર્ટે એમ્બી વેલીની નીલામી માટે બોમ્બે હાઈકોર્ટે આપેલા આદેશ પર પ્રતિબંધ મૂકવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી.


જોકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સહારા ગ્રુપ 7 સપ્ટેમ્બર પહેલા 1500 કરોડ રૂપિયા સેબીના ખાતામાં જમા કરાવશે તો સુપ્રીમ કોર્ટ એમ્બી વેલીની નીલામી પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરશે.