બજાર » સમાચાર » બજાર

સૌરાષ્ટ્ર યુનિ.માં બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:46  |  સ્ત્રોત : CNBC-Bajar

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોગસ સર્ટિફીકેટનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે અનેક કોલેજો શંકાના ઘેરામાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ ભાંડો ફોડવામાં આવ્યો છે. આ મામલે 43 વિદ્યાર્થીઓ અને 3 પ્રિન્સિપાલ સહિત 50 લોકો સામે આરોપ લગાવવામાં આવ્યો છે.


આરોપીઓ દ્વારા બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ બોગસ દસ્તાવેજો સાથે તેમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. હોમિયોપેથી ફેકલ્ટીના ડીન અને સાગરિતો દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યુ હતુ. તપાસ કમિટી દ્વારા 200 પાનાનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.