બજાર » સમાચાર » બજાર

બોટાદ: અન્ડરબ્રિજની ધીમી કામગીરીથી લોકોને હાલાકી

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

બોટાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઇ છે. બોટાદના સારંગપુર રોડ પાસે અન્ડરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતા લોકો પરેશાન થઇ રહ્યા છે. અન્ડરબ્રિજ પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ બે વર્ષનો જ હતો તેમ છતાં બે વર્ષથી ચાલી રહેલુ કામ હાલ માત્ર 30 ટકા જ પૂર્ણ થયુ છે.