બજાર » સમાચાર » બજાર

જમ્મૂ કાશ્મીરમાં બ્રોડબેન્ડ સેવા શરૂ

ના રોજ પ્રકાશિત Sat, 25, 2020 પર 12:53  |  સ્ત્રોત : CNBC-Bajar

જમ્મૂ કાશ્મીરમાં આજથી બ્રોડબેન્ડની સેવા શરૂ કરી દેવામાં આવી છે, જમ્મૂ કાશ્મીર પ્રશાસન કરફથી જાહેર કરવામાં આવેલ એક આદેશ મુજબ બ્રોડબેન્ડ સાથે જ પોસ્ટપેડ અને પ્રીપેડ મોબાઈલ નંબર પર 2G સેવા પણ શરૂ કરી દેવાઈ છે. જોકે આ દરમિયાન સોશલ મીડિયા પર પ્રતિબંધ યથાવત્ રહેશે. જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો નષ્ટ કરવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાના નિર્ણય સાથે જ 5 ઓગસ્ટને ઘાટીમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ રોકવામાં આવી હતી, જે બાદ હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે આ મૂળભૂત અધિકાર કહેતા જમ્મૂ-કાશ્મીર પ્રશાસનને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ જેવી મહત્વની સેવાઓ આપનાર તમામ સંસ્થાઓમાં ઇન્ટરનેટ સેવાઓને ફરી શરૂ કરવાના આદેશ આપ્યા છે.