બજાર » સમાચાર » બજાર

બજેટમાં પ્રોપટી, ઇન્ફ્રા સેક્ટરને ભેટ!

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 18:16  |  સ્ત્રોત : CNBC-Bajar

રિયલ એસ્ટેટ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં બજેટમાં મોટી રાહત મળી શકે છે. સરકાર બજેટમાં આ સેક્ટર્સમાં ફંડની અછત દૂર કરવા માટે ખાસ જાહેરાત કરી શકે છે. સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે આમાં પૈસા લગાવવારા તમામ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ઇન્કમ ટેક્સની છૂટ આપવામાં આવશે.


ઇન્ફ્રામાં ફંડિગ વધારવા માટે બજેટમાં જાહેરાત સંભવ છે. ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ઇન્કમ ટેક્સ રાહત સંભવ છે. તમામ પ્રકારના ટ્રસ્ટને મળશે ઇન્કમ ટેક્સમાં રાહત છે. બજેટમાં ઇન્કમ ટેક્સ એક્ટમાં ફેરફાર થઇ શકે છે. આઈટી એક્ટ સેક્શન 2(13A)માં ફેરફારનો પ્રસ્તાવ છે.


બિઝનેસ ટ્રસ્ટની પરિભાષામાં ફેરફાર થઇ શકે છે. હાલ સેબીમાં રજિસ્ટર્ડ ટ્રસ્ટને પણ ટેક્સમાં છૂટનો ફાયદો છે. પ્રસ્તાવ પ્રમાણે બિન નોંધાયેલા ટ્રસ્ટને પણ ટેક્સ છૂટનો ફાયદો છે. સરકારને નવા પ્રસ્તાવથી ગ્લોબલ પેન્શન અને ઇન્શ્યોરન્શ ફંડના રોકાણ વધવાની આશા છે.