બજાર » સમાચાર » બજાર

બિલ્ડર્સ ફેસ્ટિવલમાં આપી રહ્યાં છે ઓફર

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 18:00  |  સ્ત્રોત : CNBC-Bajar

હવે અમદાવાદ જેવા શહેરમાં પણ બિલ્ડર્સ ફેસ્ટિવલ સિઝનના નામ પર આપી રહ્યા છે અલગ અલગ ઑફર્સ. પહેલીવાર અમદાવાદમાં બિલ્ડર્સ તરફથી મકાનની ખરીદદારી પર મળી રહી છે ઑફર્સ, આને મંદીની અસર કહીએ અથવા પછી ગ્રાહકોનો ફાયદો?

ઘર ખરીદવાની સાથે તમને મોડ્યુલર કિચન અથવા ફ્રીઝ, વૉશિંગ મશીન અથવા પછી બેડ રૂમનું ફર્નિચર ફ્રી મળવું કોઇ નવી વાત નથી. પરંતુ અમદાવાદ જેવા શહેરમાં આવી હાલત પહેલીવાર જોવા મળી રહી છે. હાલના દિવસોમાં ગુજરાતના છાપાઓમાં એફોર્ડેબલ અથવા હાઇ એન્ડ અપાર્ટમેન્ટ, અથવા પછી વીકેન્ડ હોમ્સ દરેક પ્રકારની પ્રૉપર્ટી પર કઇ ને કઇ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જરૂરી નથી કે આ ઑફર કેશ ડિસ્કાઉન્ટની હોય, તમને ઘર ખરીદવા પર વાઇટ ગુડ્સ, ફર્નિચર અથવા પછી ગાડીની ઑફર પણ મળી રહી છે.

દેશ અને ગુજરાતની મંદીની અસર રિયલ એસ્ટેટ માર્કેટ પર ઘણી પડી રહી છે. આના કારણે બિલ્ડર્સને તેનું વેચાણ વધારવું જરૂરી થઇ ગયું છે. અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ 2-3 વર્ષો પહેલા ઇન્વેસ્ટર્સથી ચાલતું હતું પરંતુ હવે ઇન્વેસ્ટર્સ માર્કેટથી બહાર થઇ ગયા છે અને હકીકતમાં જેને ઘરની જરૂરત છે એવા લોકો જ ખરીદદાર છે. આવામાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બિલ્ડર્સ જે ઑફર આપી રહ્યા છે તે મકાનની કિંમતના 2-5 ટકા હોય છે.