બજાર » સમાચાર » બજાર

લખનઉમાં CAAના પ્રદર્શનમાં મહિલાઓનો નિરોધ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 16:38  |  સ્ત્રોત : CNBC-Bajar

લખનઉના ઘંટાઘર પાસે નાગરિકતા કાયદાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનમાં હાજર મહિલાઓ પર પોલીસે ત્રણ અલગ-અલગ FIR દાખલ કરી છે. જાણીતા શાયર મુનવ્વર રાણાની બન્ને પુત્રીઓનું પણ નામ FIRમાં દાખલ કરવામાં આવ્યું છે. આ સાથે જ અન્ય 10 લોકો પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કલમ-144 લાગુ કરવામાં આવી છે. પરંતુ પરવાનગી વગર મહિલાઓએ નાગરિકતા કાયદા અને NRC વિરૂદ્ધ પ્રદર્શન કર્યું.