બજાર » સમાચાર » બજાર

યુએનમાં મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ રદ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 13:19  |  સ્ત્રોત : CNBC-Bajar

જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર ચીને લગાવ્યો પ્રતિબંધ અને યુએનએસસીમાં વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહર પરના પ્રતિબંધના પ્રસ્તાવને અટકાવી દીધો છે. ઉલ્લેખનિય છે કે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટે ભારતની સાથે ફ્રાંસ, બ્રિટન અને અમેરિકાએ પણ પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ચીને ચોથી વખત વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રદ કરાવ્યો.