બજાર » સમાચાર » બજાર

તહેવારો ટાણે જ પડી રહી છે કૅશની તકલીફ

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

તહેવારો ટાણે જ પડી રહી છે કૅશની તકલીફ. એટીએમમાં રોકડ ન હોવાની ફરિયાદ ઉઠી. તહેવાર ટાણે એટીએમમાં પૈસા ન હોવાના કારણે અથવા તો એટીએમ બંધ હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.


દિવાળી હોવાને કારણે બેંકોમાં 5 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યુ. ત્યારે સુરતમાં 60થી 70 ટકા એટીએમ ખાલી જોવા મળ્યા. જેના કારણે લોકોને કેશની તકલીફનો સામનો કરવો પડ્યો.


વડોદરા શહેરના વધુ પડતા એટીએમ સેન્ટરો પર નો કેશના બોર્ડ લટકેલા જોવા મળી રહ્યાં છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના બેંક ખાતામાં પૈસા હોવા છતા લોકોને પૈસાથી વંચિત રહેવું પડી રહ્યું છે.