બજાર » સમાચાર » બજાર

CBIએ ગૌતમ થાપર કેસમાં CG હાઉસ પર દરોડા પાડ્યા, જાણો શું છે આખો મામલો

CG Powerમાં થયેલા કૌભાંડ બાદ ઓગસ્ટ 2019 માં ગૌતમ થપરને તાત્કાલિક અસરથી ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
ના રોજ પ્રકાશિત Thu, 24, 2021 પર 16:04  |  સ્ત્રોત : Moneycontrol.com

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ગૌતમ થાપર કેસમાં 24 જૂને મુંબઈના CG House પર દરોડા પાડ્યા છે. ઑગસ્ટ 2019 માં, CG પાવર અને ઇન્ડસ્ટ્રિસ સૉલ્યુશન્સ દ્વારા ગૌતમ થપરને કંપનીના ચેરમેન પદથી હટાવવામાં આવ્યા હતા. તે સમયે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો હતો. એના પહેલા કંપનીને તપાસમાં કેટલાંક કરોડના કૌભાંડ અંગે જાણ થઈ હતી જેના પછી થાપરને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.


જો કે, થાપરે સતત આ વાતથી ઇનકાર કર્યો છે કે તેણે કોઈ કૌભાંડ કર્યું છે. CG પાવર અન્ડ ઇન્ડસ્ટ્રિયલ સૉલ્યુશન્સ બિઝલીના ઉપકરણ બનાવે છે અને તે અવંત ગ્રુપનો હિસ્સો છે.


CBIએ અવંતા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપર, ઓસ્ટર બિલ્ડવેલ (oyster Buildwell) અને અન્ય ઘણા લોકો સામે FIR નોંધી હતી. એના પર આરોપ હતો કે આ લોકોએ 2017-2019 દરમિયાન યસ બેન્કમાં 466 કરોડ રૂપિયાની હેરાફેરી કરી છે.


આ મહિનામાં 9 જૂને CBIએ દિલ્હી-NCRમાં લગભગ 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. Oyster Buildwell Pvt ltd (OBPL) પણ અવંતા ગ્રુપનો હિસ્સો છે. તેમાં અવંતા રિયલ્ટીનો 97 ટકાથી વધારે હિસ્સો છે. બાકી હિસ્સેદારી થાપર અને વાણી એજન્સી પાસે છે.


CBIનો આરોપ છે કે આરોપીઓએ ગુનાહિત કાવતરા, વિશ્વાસનો ભંગ, છેતરપિંડી આપવા, ગબન અને સામાન્ય લોકોના 466.15 કરોડ રૂપિયાનો ખોટો ઉપયોગ કર્યો છે.


યસ બેન્કમાં સામાન્ય લોકોના પૈસા સાથે હેરાફેરી કરવા માટે કેસમાં ગૌતમ થાપરની તપાસ ચાલી રહી છે. આ કેસમાં યસ બેન્કના પૂર્વ ચીફ રાણા કપૂર પણ સામેલ છે.


મુરુગપ્પા ગ્રુપએ 2020 ના અંતમાં CG POwerના હસ્તગત કર્યું હતું.