બજાર » સમાચાર » બજાર

રાજ્યમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી

ના રોજ પ્રકાશિત Fri, 14, 2018 પર 16:26  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ. શહેર અને શેરીઓમાં ગૂંજ્યો ગણપતિ બાપ્પા મોરયાનો નાદ.


અમદાવાદમાં સહજાનંદ ચાર રસ્તા પાસે આવેલા ગણેશ પ્રતિમાના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી. અમદાવાદ કા રાજા નામે ઓળખાતી ગણેશ પ્રતિમાએ અમદાવાદવાસીઓમાં આકર્ષણ જનમાવ્યુ.


સુરતમાં અનેક થીમ પર ગણેશ પંડાલનું નિર્માણ કરાયુ. ત્યારે વેકુંઠમાં શ્રીજીની વિશાળ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. 10 દિવસ પંડાલ પાસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે.