બજાર » સમાચાર » બજાર

દેશભરમાં ખુલશે સસ્તા વાઈ-ફાઈ હૉટ સ્પૉટ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટ પૂર્વેની બેઠકમાં આવતા સપ્તાહે નાણાં મંત્રી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં સ્પેકટ્ર્મની ઉપ્લબ્ધતા વધારવા પર ભાર રહેશે.  ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝની માંગ છે કે ટેક્સમાં છુટ દ્વારા કંપનીઓને રાહત આપવામાં આવે.

કંપનીઓ ઈચ્છે છે કે ડીસ્ટ્રીબ્યુટરને સિમ કાર્ડ અને પ્રિપેડ વાઉચર પર આપવામાં આવતી છુટને ઈન્કમ ટેક્સમાં બતાવવાની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત 4જી નેટવર્કના વિસ્તરણ માટે LTE ઉપકરણ પર કસ્ટમ ડયુટી પૂર્ણ કરવાની માંગ પણ આવી છે. ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ વધારવા માટે પણ પગલાં ભરવામાં આવે.