બજાર » સમાચાર » બજાર

નાગરિક પુરવઠા વિભાગનું સર્વર સવારથી ઠપ્પ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

આ તરફ ગુજરાત નાગરિક પુરવઠા વિભાગનું સર્વર સવારથી ઠપ્પ થઈ જતા મુશ્કેલી સર્જાઈ છે. એક સપ્તાહમાં ત્રીજી વાર ઓનલાઈન સર્વરમાં ખામી સર્જાતા હજારો રેશનકાર્ડધારકો અન્ન પૂરવઠાથી વંચિત રહ્યા છે. અનેકવાર સમારકામ કરાયા બાદ પણ સમસ્યા યથાવત રહેતા કાર્ડધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે.