બજાર » સમાચાર » બજાર

Whistleblower કેસમાં એસઈસીથી ઇન્ફોસિસને મળી ક્લિન ચિટ

ના રોજ પ્રકાશિત Tue, 24, 2020 પર 15:55  |  સ્ત્રોત : CNBC-Bajar

યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશનએ વ્હિસલ બ્લોવર કેસમાં ઈન્ફોસિસને ક્લિન ચીટ આપી છે.


ઇન્ફોસિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કંપનીને એસઈસી તરફથી એક નોટિફિકેશન મળ્યો છે. જેમાં લખ્યું છે કે આ કેસમાં સમગ્ર તપાસ પૂરી થઈ છે. કંપનીને આ કેસમાં કોઈ કાર્યવાહીની અપેક્ષા ન હતી.


કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ઇન્ફોસીસને Indian regulatory authorities થી મળેલા તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. આ સાથે જ કંપની હંમેશા અધિકારીઓને ટેકો આપશે.


તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કેટલાક અનામી વ્હિસલ બ્લોઅર્સે મેનેજમેન્ટ સામે ઘણા ગંભીર આરોપ કર્યા હતા. આ ફરિયાદના 5 મહિના બાદ તે વાતો સામે આવી છે. આરોપ મુજબ, મેનેજમેન્ટ આવક અને નફો વધારીને રજૂ કરવા માટે બેલેન્શસીટમાં હેરા ફેરી કરી રહી છે. આ કેસમાં કંપનીના સીઈઓ સલીલ પારેખ અને સીએફઓ નિલંજન રોયને નામ સામે આવ્યું હતું. આ રિપોર્ટ બાદ ઇનફોસિસના શૅર બીએસઈ અને યુએસ સ્ટોક એક્સચેંજ એનવાયએસઇમાં 16 ટકાનો ઘટાડો થયો છે. જેના કંપનીનું માર્કેટ કેપ આશરે 50,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.


દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસે જાન્યુઆરીમાં વ્હિસલ બ્લોવરની ફરિયાદ અંગે તેની ઓડિટ કમિટીનો રિપોર્ટ વિગતવાર બહાર પાડ્યો હતો. જેમાં ઈન્ફોસિસને ક્લિન ચિટ આપવામાં આવી હતી. સ્વતંત્ર કાયદાકીય સલાહકાર શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કંપની અને પ્રાઈસવોટરહાઉસ કૂપર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.