બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 11600 ની ઊપર બંધ અને સેન્સેક્સ 39100 ની નજીક

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 15:45  |  સ્ત્રોત : Moneycontrol.com

સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 2 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 11600 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 39100 ની નજીક બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,694.85 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 39,441.12 સુધી પહોંચ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં જોશ જોવાને મળ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.08 ટકા વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.45 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.73 ટકા ઉછળીને બંધ થયા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, રિયલ્ટી અને પીએસયુ બેન્ક 5.35-0.77 શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી. બેન્ક નિફ્ટી 0.99 ટકાના વધારાની સાથે 27088.50 ના સ્તર પર બંધ થયા છે. જો કે ફાર્મા અને આઈટી શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1075.41 અંક એટલે કે 2.83 ટકા વધીને 39090.03 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 329.20 અંક એટલે કે 2.92 ટકાના વધારાની સાથે 11603.40 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં બીપીસીએલ, એલએન્ડટી, બજાજ ફાઈનાન્સ, આઈશર મોટર્સ, આઈઓસી, એશિયન પેંટ્સ અને અદાણી પોર્ટ્સ 7.96-13.66 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, ઈન્ફોસિસ, પાવર ગ્રિડ, ટાટા મોટર્સ, ડૉ.રેડ્ડીઝ, સિપ્લા અને એનટીપીસી 3.17-8.08 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં જીઈ ટીએન્ડડી ઈન્ડિયા, એબીબી ઈન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સ, એક્સાઇડ ઈન્ડસ્ટ્રીઝ અને અશોક લેલેન્ડ 15.53-10.54 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, પેટ્રોનેટ એલએનજી, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને અજંતા ફાર્મા 7.97-3.13 ટકા સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં મોરેપન લેબ્સ, સાગર સિમેન્ટ, મંગલમ સિમેન્ટ, તાજ જીવીકે હોટલ્સ અને પ્રિસિઝન 20-19.87 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ડાયનામેટિક, ઈન્ડો ટેક, એલ્સેક ટેક, કોફી ડે અને ડેન નેટવર્ક 7.51-4.94 ટકા સુધી તૂટીને બંધ થયા છે.