બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 14550 ની નીચે બંધ, સેન્સેક્સ 1939 અંક લપસ્યો

ના રોજ પ્રકાશિત Fri, 26, 2021 પર 15:48  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 14550 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 49099.99 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 1,939.32 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 568.20 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.75 ટકા સુધી લપસીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.60 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.74 ટકા ઘટીને બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,939.32 અંક એટલે કે 3.80 ટકાના ઘટાડાની સાથે 49099.99 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 568.20 અંક એટલે કે 3.76 ટકા ઘટીને 14529.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, ઑટો, આઈટી, મેટલ અને પીએસયુ બેન્ક શેરોમાં 1.69-4.67 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 4.78 ટકાના ઘટાડાની સાથે 34,803.60 ના સ્તર પર બંધ થયા છે.

દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, એમએન્ડએમ, પાવર ગ્રિડ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિરો મોટોકૉર્પ, ગેલ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ગ્રાસિમ, યુપીએલ અને એચડીએફસી 5.34-6.64 ટકા સુધી તૂટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં શ્રીરામ ટ્રાન્સફર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, આરઈસી, બર્જર પેંટ્સ અને આરબીએલ બેન્ક 5.4-6.87 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં સેલ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, 3એમ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેન્ક અને ઈન્ડિયન હોટલ્સ 2.30-4.37 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં એબીબી પાવર, બેન્ક ઑફ મહારાષ્ટ્ર, સોરિલ ઈન્ફ્રા, હિંદ રેક્ટિફિલર્સ અને પ્રિઝમ સિમેન્ટ 5.83-11.59 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં એવરરેડી ઈન્ડસ્ટ્રીઝ, એનએફએલ, ડ્રેડિંગ કૉર્પ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ અને રાણે મદ્રાસ 11.78-20.00 ટકા સુધી ઉછળા છે.