Closing Bell - ઘરેલૂ બજાર 0.2% તેજીની સાથે બંધ, સેન્સેક્સ 169 અંક વધ્યો, નિફ્ટી 17640 ની પાર - closing bell - domestic market closes 02 higher sensex rises 169 points nifty crosses 17640 | Moneycontrol Gujarati
Get App

Closing Bell - ઘરેલૂ બજાર 0.2% તેજીની સાથે બંધ, સેન્સેક્સ 169 અંક વધ્યો, નિફ્ટી 17640 ની પાર

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18640 ની પાર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59500 પર બંધ થયા

અપડેટેડ 05:46:48 PM Jan 30, 2023 પર
Story continues below Advertisement

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18640 ની પાર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59500 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,709.15 સુધી પહોંચી તો સેન્સેક્સ 59,644.24 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.22 ટકા ઘટીને 24,284.58 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.10 ટકા ઘટાડાની સાથે 27,596.70 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 169.51 અંક એટલે કે 0.29% ની મજબૂતીની સાથે 59500.41 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 44.70 અંક એટલે કે 0.25% ની તેજીની સાથે 17649.00 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં 0.08-1.10 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.10 ટકાના વધારાની સાથે 40,387.45 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર  અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અલ્ટ્રા સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એશિયન પેંટ્સ, એચસીએલ ટેક અને એનટીપીસી 1.53-4.55 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, બજાજ ઑટો, ઈન્ડસઈન્ડ બેન્ક, એલએન્ડટી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી અને ટાટા સ્ટીલ 1.66-3.28 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં પીબી ફિનટેક, વોલ્ટાસ, સીજી કંઝ્યુમર, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ અને મધરસન સુમી 2.30-4.73 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ભારત ઈલેક્ટ્રોનિક, અદાણી પાવર, ગ્લેન્ડ, મેક્સ હેલ્થકેર અને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ 3.31-5.36 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ધ હાઈ-ટેક ગેયર, ડેટા પેટર્ન્સ, એજિસ લોજિસ્ટિક્સ, યુનિકેમ લેબ્સ અને એજીઆઈ ગ્રિન પેક 8.09-12.44 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં હરનબા, અરહિંત કેપિટલ, મોનાર્ચ નેટવર્ક, સવિતા ઑયલ ટેક અને વિમતા લેબ્સ 9.56-20 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 30, 2023 3:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.