Closing Bell - ઘરેલૂ બજાર 0.5% તેજીની સાથે બંધ, સેન્સેક્સ 562 અંક વધ્યો, નિફ્ટી 18050 ની પાર - closing bell - domestic markets close 05 higher sensex up 562 points nifty crosses 18050 | Moneycontrol Gujarati
Get App

Closing Bell - ઘરેલૂ બજાર 0.5% તેજીની સાથે બંધ, સેન્સેક્સ 562 અંક વધ્યો, નિફ્ટી 18050 ની પાર

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18050 ની પાર બંધ થયા જ્યારે સેન્સેક્સે 60655 પર બંધ થયા.

અપડેટેડ 05:29:19 PM Jan 17, 2023 પર
Story continues below Advertisement

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 18050 ની પાર બંધ થયા જ્યારે સેન્સેક્સે 60655 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 18,072.05 સુધી પહોંચી તો સેન્સેક્સ 60,704.48 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.06 ટકા ઘટીને 25,071.46 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.13 ટકા ઘટાડાની સાથે 28,792.83 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 562.75 અંક એટલે કે 0.94% ની મજબૂતીની સાથે 60655.72 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 160.50 અંક એટલે કે 0.90% ની તેજીની સાથે 18050.30 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ હેલ્થકેર શેરોમાં 0.16-1.21 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.24 ટકાના વધારાની સાથે 42,270.35 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એલએન્ડટી, એચયુએલ, એચડીએફસી, એચસીએલ ટેક, ટીસીએસ, રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને બ્રિટાનિયા 1.33-3.73 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એસબીઆઈ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક, વિપ્રો, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.42-1.59 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં એનએચપીસી, અદાણી પાવર, ક્યુમિન્સ, એન્ડયોરન્સ ટેક્નોલૉજી અને મોતિલાલ ઓસવાલ 1.64-5.60 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં બેન્ક ઑફ ઈન્ડિયા, ગ્લેન્ડ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, આઈઓબી અને આદિત્ય બિરલા ફેશન 2.26-4.4 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં સ્પેન્સર રિટેલ, ગુડ લક, ન્યુક્લિયસ સૉફ્ટવેર, ટ્રુકેપ ફાઇનાન્સ અને આઈઆઈએફએલ ફાઇનાન્સ 9.50-17.67 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કેસોરામ, ગોકલ કૉર્પ, પીસી જ્વેલર્સ, સાંધી ઈન્ડસ્ટ્રીઝ અને રામા સ્ટીલ ટ્યૂબ 4.88-8.09 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2023 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.