Closing Bell - સેન્સેક્સ 187 અંક તૂટ્યો, નિફ્ટી 18150 ની નીચે બંધ - closing bell - sensex falls 187 points nifty closes below 18150 | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 187 અંક તૂટ્યો, નિફ્ટી 18150 ની નીચે બંધ

અંતમાં નિફ્ટી 18150 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 60858 પર બંધ થયા છે.

અપડેટેડ 07:06:21 PM Jan 19, 2023 પર
Story continues below Advertisement

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 18150 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 60858 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 187 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 57 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં લપસતા જોવાને મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.06 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.11 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.24 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 187.31 અંક એટલે કે 0.31 ટકાના ઘટાડાની સાથે 60858.43 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 57.50 અંક એટલે કે 0.32 ટકા તૂટીને 18107.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ 0.03-0.86 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.30 ટકાના ઘટાડાની સાથે 42,328.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, પીએસયુ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવા મળ્યો.

દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, એશિયન પેંટ્સ, ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેન્ક અને ટાટા કંઝ્યુમર 1.67-3.86 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, યુપીએલ, ઓએનજીસી, બીપીસીએલ, ટાટા સ્ટીલ અને પાવર ગ્રિડ 0.82-3.34 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ટોરેન્ટ પાવર, ઝિ એન્ટરટેન, ન્યુ ઈન્ડિયા એસ્યોર, આદિત્ય બિરલા ફેશન અને ગ્લેન્ડ 2.08-5.02 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં પરસિસ્ટન્ટ, પોલિકેબ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હનીવેલ ઑટોમોટિવ અને સીજી પાવર 1.64-6.98 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં રેલિસ ઈન્ડિયા, ન્યુરેકા, જીટીપીએલ હાથવે, ઈમુદ્રા અને અરવિંદ સ્માર્ટ 5.12-8.8 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ગ્રીનલમ ઈન્ડસ્ટ્રીઝ, ડેટામેટિક્સ ગ્લોબલ, વર્ધમાન સ્ટીલ્સ, મુથૂટ કેપિટલ અને પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ 6.75-12.10 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2023 3:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.