Closing Bell - સેન્સેક્સ 236 અંક તૂટ્યો, નિફ્ટી 18050 ની નીચે બંધ - closing bell - sensex falls 236 points nifty closes below 18050 | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 236 અંક તૂટ્યો, નિફ્ટી 18050 ની નીચે બંધ

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 18050 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 60621 પર બંધ થયા છે.

અપડેટેડ 06:25:42 PM Jan 20, 2023 પર
Story continues below Advertisement

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 18050 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 60621 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 236 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 80 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં લપસતા જોવાને મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.66 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.78 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.50 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 236.66 અંક એટલે કે 0.39 ટકાના ઘટાડાની સાથે 60621.77 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 80.10 અંક એટલે કે 0.44 ટકા તૂટીને 18027.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ 0.27-1.03 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.42 ટકાના વધારાની સાથે 42,506.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવા મળ્યો.

દિગ્ગજ શેરોમાં એચયુએલ, એશિયન પેન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, જેએસડ્બ્લ્યૂ સ્ટીલ, એચડીએફસી લાઈફ, બજાજ ફિનસર્વ અને એસબીઆઈ લાઈફ 2.00-3.76 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં કોલ ઈન્ડિયા, પાવરગ્રિડ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા મોટર્સ અને એસબીઆઈ 0.53-1.36 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં એલએન્ડટી ટેક્નોલોજી, ટીવીએસ મોટર્સ, વેદાંત ફેશન્સ, રિલેક્સો ફૂટવેર અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ 2.66-4.94 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એનએચપીસી, રાજેશ એક્સપોર્ટ્સ, હિંદુસ્તાન એરોન, ટ્યુબ ઈનવેસ્ટમેન્ટ અને આઈજીએલ 1.23-3.37 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં કિરિ ઈન્ડસ્ટ્રીઝ, કાબરા એક્ટ્રશન, મેઘમણી ફિનટેક, ડીએમસીસી અને અરવિંદ સ્માર્ટ 6.13-7.62 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ન્યુરેકા, હરીઑમ પાઇપ, આશાપુરા માઇન, સ્ટરલિંગ ટૂલ્સ અને નહેર પોલિ ફિલ્મ 9.67-19.99 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 20, 2023 3:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.