Closing Bell - સેન્સેક્સ 452 અંક તૂટ્યો, નિફ્ટી 17900 ની નીચે બંધ - closing bell - sensex falls 452 points nifty closes below 17900 | Moneycontrol Gujarati
Get App

Closing Bell - સેન્સેક્સ 452 અંક તૂટ્યો, નિફ્ટી 17900 ની નીચે બંધ

અંતમાં નિફ્ટી 17900 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 59900 પર બંધ થયા છે.

અપડેટેડ 05:41:08 PM Jan 06, 2023 પર
Story continues below Advertisement

આજના કારોબારી દિવસે ભારતીય બજાર આજે ઘટાડાની સાથે બંધ થયા છે. અંતમાં નિફ્ટી 17900 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 59900 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 452 અંકો સુધીના ગોથા લગાવ્યા છે, તો નિફ્ટીએ 132 અંક સુધી ગોથા લગાવ્યા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં લપસતા જોવાને મળ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.72 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.76 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.73 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 452.90 અંક એટલે કે 0.75 ટકાના ઘટાડાની સાથે 59900.37 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 132.70 અંક એટલે કે 0.74 ટકા તૂટીને 17859.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં  0.07-2.00 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.99 ટકાના ઘટાડાની સાથે 42,188.80 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો જોવા મળ્યો.

દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટીસીએસ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ અને કોલ ઈન્ડિયા 1.86-3.02 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં બ્રિટાનિયા, રિલાયન્સ, એમએન્ડએમ, બીપીસીએલ, ઓએનજીસી અને નેસ્લે ઈન્ડિયા 0.58-1.20 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ન્યૂ ઈન્ડિયા એસ્યોર, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એબી કેપિટલ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ અને ગ્લેનમાર્ક 2.45-5.62 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, રાજેશ એક્સપોર્ટ્સ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રી અને એમઆરએફ 1.59-7.49 ટકા સુધી ઉછળો છે.

સ્મૉલોકપ શેરોમાં બીએફ ઈન્વેસ્ટમેન્ટ, વર્ધમાન સ્ટીલ્સ, એચપી એડવાઈસિઝ, જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને એનએસીએલ ઈન્ડસ્ટ્રીઝ 5.28-9.6 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં સિગેચિ ઈન્ડસ્ટ્રીઝ, ગતિ, નેશનલ પેરોક્સ, રામા સ્ટીલ ટ્યૂબ અને ડીબી કૉર્પ 6.75-19.99 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 06, 2023 3:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.