બજાર » સમાચાર » બજાર

નિફ્ટી 11650 ની નીચે બંધ, સેન્સેક્સ 143 અંક તૂટ્યો

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 15:45  |  સ્ત્રોત : Moneycontrol.com

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 0.4 ટકાથી નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11633.30 પર બંધ થયા છે અને સેન્સેક્સ 39745.66 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 143.30 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 45.20 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.65 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.82 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.83 ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 143.30 અંક એટલે કે 0.36 ટકાના ઘટાડાની સાથે 39745.66 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 45.20 અંક એટલે કે 0.39 ટકા ઘટીને 11633.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, આઈટી અને મેટલ શેરોમાં 2.42-0.33 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.40 ટકાના ઘટાડાની સાથે 30187 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી અને ફાર્મા શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ.

દિગ્ગજ શેરોમાં વિપ્રો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી, આઈઓસી, ઝિ એન્ટરટેનમેન્ટ અને યુપીએલ 2.22-3.52 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં સન ફાર્મા, બ્રિટાનિયા, ટાઈટન, એક્સિસ બેન્ક અને ગ્રાસિમ 1.08-3.55 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં જીએમઆર ઈન્ફ્રા, ઝનરલ ઈન્શ્યોરન્સ, ગ્રેફાઈટ ઈન્ડિયા, ઑરિએન્ટલ બેન્ક અને એડલવાઇઝ 6.97-5.2 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એનએલસી ઈન્ડિયા, એઆઈએ એન્જિનયરિંગ, એમફેસિસ, ફેડરલ બેન્ક અને એરિસ લાઇફ 9.76-3.72 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલોકપ શેરોમાં સેલન એક્સપ્લોર, આઈઓએલ કેમિકલ્સ, સ્ટરલિંગ ટૂલ્સ, તેજસ નેટવર્ક્સ અને કનોરિયા કેમિકલ્સ 10.28-6.88 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં મિશ્ર ધાતુ નિગમ, બીએએસએફ, ઝુઆરી ગ્લોબલ, જીઓસીએલ કૉર્પ અને ગ્લફ ઑયલ લ્યુબરિક 19.99-8.77 ટકા સુધી ઉછળા છે.