બજાર » સમાચાર » બજાર

વાતાવરણમાં પલટાથી ખેડૂતોમાં ચિંતા

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 17:32  |  સ્ત્રોત : CNBC-Bajar

વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાથી રવી પાકને નુકસાનથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં આવેલ અચાનક પલટાના કારણે ખેડૂત વર્ગની ચિંતામાં વધારો કર્યો છે.


જીરૂ, રાયડો, એરંડા, રાજગરો, ઘઉં, ધાણા જેવા અનેક રવિ પાકોમાં વાદળછાયા વાતાવરણની પ્રતિકુળ અસર જોવા મળી હતી. આકાશમાં વાદળો ઘેરાવાના કારણે રવી શિયાળુ પાક જેવાકે જીરા, કપાસ,એરંડા સહિતના પાકમાં રોગ લાગું પડી ગયા હતા. જીરા પાકને મસી અને બાફલાથી વિરમગામ, માંડલ, દેત્રોજ પંથકના જીરાના પાક સુકાયા છે.


જ્યારે કપાસ અને એરંડાના પાક પણ સુકાયા છે. રવી પાકને નુકસાન સાથોસાથ ખેડૂતો એ મોંઘા ઘાટ બિયારણો અને આર્થીક ખર્ચ પણ માથે પડવાની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતર ની આશા રાખી રહ્યા છે.