બજાર » સમાચાર » બજાર

ન્યાય યોજના માટે કોંગ્રેસને નોટિસ

ના રોજ પ્રકાશિત Sat, 20, 2019 પર 12:48  |  સ્ત્રોત : CNBC-Bajar

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે જે ન્યાય યોજનાનો વાયદો કર્યો હતો, તે જ વાયદો તેમના માટે હવે સમસ્યા બની ગયો છે. અલ્હાબાદ હાઇકોર્ટે કોંગ્રેસને ગઇકાલે ન્યાય યોજનાને લઇને નોટિસ જાહેર કરી હતી. તેમજ અરજીની સુનવણી દરમિયાન કોર્ટે પુછયુ હતુ કે આ વાયદા દ્વારા ગરીબોને લાંચ આપવામાં આવે છે તે કેમ નકારી શકાય.


હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ગોવિન્દ માથુર અને જસ્ટિસ એસ. એમ. શમશેરીની ડિવિઝન બેંચએ કહ્યું, કે પાર્ટી વિરુદ્ધ પ્રતિબંધ કે અન્ય કોઇ કાર્યવાહી કરવા જોઇએ. કોર્ટે આ મામલે ચૂંટણી પંચ પાસે પણ જવાબ માંગ્યો છે. 2 અઠવાડિયાની અંદર કોંગ્રેસ અને ચૂંટણી પંચે કોર્ટને જવાબ આપવાનો છે, સાથે જ કોર્ટનું માનવું છે કે ન્યાય યોજના એ લાંચખોરી અને વોટર્સને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે.


કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં ગરીબો માટે વાર્ષિક 72 હજાર રૂપિયા તેમના ખાતામાં નાખવાનો વાયદો કર્યો હતો, તેમજ કોંગ્રેસના અધ્યક્ષ અને પાર્ટીના તમામ નેતા ચૂંટણી પ્રચારમાં આ યોજનાનો જોરદાર પ્રચાર કરી રહ્યા છે.