બજાર » સમાચાર » રાજકારણ

કર્ણાટક વિધાનસભા બહાર કોંગ્રેસના ધરણાં

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 18:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બી એસ યેદિયુરપ્પાના શપથગ્રહણના વિરોધમાં કોંગ્રેસ અને JDSના ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભા પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણાં પર બેસીને વિરોધ નોંધાવ્યો. આ ધરણાંમાં 90 વર્ષ પૂરા કરી ચૂકેલા પૂર્વ વડાપ્રધાન અને JDS અધ્યક્ષ એચ ડી દેવગૌડા પણ શામેલ થયા. આ ધરણાંમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોત પણ શામેલ થયા. ધરણાં પ્રદર્શન પછી તમામ ધારાસભ્યોને પાછા ઈંગલટન રિસોર્ટમાં મોકલી આપવામાં આવ્યા.


યેદિયુરપ્પાના શપથ સમારોહની સાથે જ કોંગ્રેસ અને જેડીએસ પર પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે દબાણ વધી ગયું છે, તે માટે વિધાનસભામાં પ્રદર્શન બાદ બંને પક્ષોના ધારાસભ્યોને પાછા ઈંગલટન રિસોર્ટ મોકલી દેવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટના ક્રમને બતાવી રહ્યાં છે બેંગાલુરુથી અમારા સંવાદદાતા અરુણ કુમાર સિંહ.