બજાર » સમાચાર » બજાર

રાજ્યભરમાં એટીએમમાં નો કેશના બોર્ડથી ગ્રાહકો હેરાન

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 16:52  |  સ્ત્રોત : CNBC-Bajar

સમગ ગુજરાતમાં એટીએમમાં પૈસાની બૂમો ઉઠી છે. વડોદરામાં એટીએમ ખાલીખમ હોવાની બૂમો છે. એટીએમમાં પૈસા ન હોવાથી ગ્રાહકો હાલાકી ભોગવી રહ્યા છે.


દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં સરકારી અને પ્રાઇવેટ સેક્ટરની ૧૨ જેટલી બેંકોના એટીએમ ખાલીખમ જોવા મળી રહ્યા છે. એટીએમમાં નાણા ન હોવાથી લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.


અરવલ્લી જીલ્લામાં મોડાસા, બાયડ, ધનસુરા સહીત તમામ છ તાલુકાના મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં છે. શનિ-રવિની રજા બાદ સોમવારે સ્થિતિ થાળે પડવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારે આજે પણ મોટાભાગના એટીએમના શટર પડી ગયેલા દેખાઈ રહ્યા છે.