બજાર » સમાચાર » બજાર

સંઘ પ્રમુખના નિવેદન પર રાજકારણ ગરમાયું

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 19:10  |  સ્ત્રોત : CNBC-Bajar

સંઘપ્રમુખ મોહન ભાગવતે સેનાને લઈ આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સંઘ પ્રમુખ પાસે માફીની માગ કરી છે. રાહુલ ગાંધીએ મોહન ભાગવતના નિવેદનને દેશનું અપમાન ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આપણા શહીદ જવાનોના અને સેનાના અપમાન બદલ હું દુઃખી છું.


અને આ માટે ભાગવતે માફી માગવી જોઈએ. તમને જણાવી દઇએ કે મોહન ભાગવતે મુઝફ્ફરપુરના જિલ્લા સ્કુલ મૈદાનમાં RSSના સ્વંય સેવકોને સંબોધિત કરતા કહ્યું હતું કે સેનાના સૈન્યકર્મિઓને તૈયાર કરવામાં 6-7 મહિના લાગે છે પરંતુ જો જરૂરત પડે તો સ્વંય સેવક ત્રણ દિવસમાં સેના માટે તૈયાર થઇ જશે.


કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષિતે વિવાદીત નિવેદન આપતાં કહ્યું કે જે માણસ જીંદગીભર ચડ્ડી પહેરીને ફરતા હોય એને કંઈ પણ સમજમાં આવે એનું મને નથી લાગતું.


તો મોહન ભાગવતના નિવેદન પર RSSએ સ્પષ્ટતા આપી છે. સંઘ નેતા ડો. મનમોહન વૈદ્યે જણાવ્યું કે ભાગવતના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. ભાગવતના નિવેદનનો ભાવાર્થ સેનાનું અપમાન નથી. અને તેમણે સેના સાથે RSSની તુલના નહોંતી કરી પરંતુ સામાન્ય સમાજ અને RSS સ્વયંસેવકો તુલના કરી હતી.