બજાર » સમાચાર » બજાર

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 18:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હાલ ડેમની સપાટી હાલ 136.84 મીટર પર છે. તો ઉપરવાસમાંથી 8,40,820 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમ માંથી 8,09,015 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે થઇ છે. તો કેવડિયાનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ડેમમાં હાલ 5153 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.