બજાર » સમાચાર » બજાર

શેર બજારમાં કોરોનાનો એલર્ટ, એક કલાકમાં રોકાણકારોએ 10 લાખ કરોડનો સ્વાહા

ના રોજ પ્રકાશિત Mon, 23, 2020 પર 14:15  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસથી શેર બજાર પણ બાકી નહીં રહ્યું. વાયરસના ફેલાવાના ડરથી દેશના બજારોમાં ઝડપી ઘટાડાને કારણે બજારમાં લોઅર સર્કિટ લગી ગયું છે. લોઅર સર્કિટના ખુલ્યા બાદ જોરદાર વેચાણ ચાલી રહી છે. સેન્સેક્સ 3,185.84 અકં ઘટાડાની સાથે 26,730.12 પર નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 923.95 અંકના ઘટાડા સાથે 7,821.50 અંક પર બંધ રહ્યો છે.


શેર બજારમાં સોમવારે પ્રથમ એક કલાકના કારોબાર દરમિયાન રોકાણકારોએ 10 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ગુમાવી છે. આ સમયગાળા દરમિયાન બજારમાં ભારી વેચવાલી જોવા મળી અને મુખ્ય ઇન્ડેક્સ 10 ટકાથી વધુ તૂટી ગયો છે.


દેશ અને વિશ્વમાં કોરોના વાયરસના કેસને જોતા માર્કેટમાં ખરાબ અસર પડી છે. આ જ કારણથી ઇક્વિટી માર્કેટમાં સપ્તાહની શરૂઆતમાં જોરદાર વેચવાલી જોવા મળી છે.


માર્કટ લગભગ 6 વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયું છે. બેન્કિંગ શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઇન્ડ બેન્ક અને બજાજ ફાઇનાન્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. હીરો મોટો અને મારુતિમાં પણ ઘટાડો થયો છે. ઘણી ઓટો કંપનીઓએ 31 માર્ચ સુધી પ્રોડક્શન બેધ કરવાનો નિર્ણય લીધો છે.


બેન્ક, રિયલ્ટી અને ફાઇનાન્સ સેક્ટરના શેરોને મોટો ઝડકો મળ્યો છે. રિલાયન્સ 11.57 ટકા અને ટીસીએસમાં 5.84 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.