બજાર » સમાચાર » બજાર

ગુજરાતમાં કોરોનાનો કેર, 24 કલાકમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 13:28  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસના પોઝિટિવ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા હવે વધીને 207 પર પહોંચી છે. જોકે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. ગુજરાતમાં કુલ 5 લોકો કોરોના પોઝિટિવ છે.


અમદાવાદમાં 2, વડોદરામાં 1 નવો પોઝિટિવ કેસ છે. ગઇકાલે 1 રાજકોટ અને 1 સુરતમાં કેસ નોંધાયો. વડોદરાનો દર્દી સ્પેન, અમદાવાદના બે લોકો ફિનલેન્ડ અને ન્યૂયોર્ક પ્રવાસથી પરત આવ્યા હતા. રાજકોટના દર્દી વિદેશથી મુંબઇ એરપોર્ટ પર આવ્યા બાદ જામનગરની ટ્રેન લીધી હતી.


બધા પોઝિટિવ કેસના કોન્ટેક્ટ ટ્રેસિંગ યુદ્ધના ધોરણે ચાલુ છે. હજૂ 29 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. કુલ 63 લોકોને સરકારની ક્વારન્ટાઇન સુવિધામાં રખાયા છે. 492 લોકોને હોમ ક્વારન્ટાઇન રાખવામાં આવ્યા.


ગુજરાતમાં વિદેશથી આવેલા લોકોએ હોમ ક્વારન્ટાઇન કરવું જરૂરી છે. 14 દિવસ સુધી હોમ ક્વારન્ટાઇન જરૂરી છે. જો કોઇ ઉલ્લંઘન કરે છે તો 104 નંબર પર જાણ કરો. ગુજરાતમાં કુલ 200-300 ટેસ્ટિંગ કરવાની ક્ષમતા છે. કુલ 4 ટેસ્ટ લેબની માગ કરી છે, જલ્દી 2 વધુ લેબ મળશે.

તો રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલા 5 પોઝિટિવ કેસ અંગે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે દરેક લોકો સાવધાની રાખે. સારવાર માટે આરોગ્ય વિભાગ પણ દરેક તકેદારી રાખી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે વૃદ્ધ-બાળકોનું ખાસ ધ્યાન રાખો.