બજાર » સમાચાર » બજાર

બજાર અને અર્થતંત્ર પર કોરોનાની અસર

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 15:07  |  સ્ત્રોત : CNBC-Bajar

વધતા જતા કોરોનાનો કેસ ભારત માટે ઘણી રીતે નુકસાન કારક સાબિત થઈ રહ્યા છે. લોક સ્વાસ્થ્યની સાથે જ કોરોનાની મોટી અસર અર્થતંત્ર અને બજાર પણ પડી રહી છે. કોરોનાના ભયથી માર્કેટ સતત ઘટી રહ્યા છે. આથી માગ ઉથી રહી છે કે ભારતના પડતા માર્કેટને અટકાવવા માટે શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે, જેથી કરીને માર્કેટમાં આવતા નીચે તરફના ઘટાડાને અટકાવી શકાય.


ચીન, UK, ફ્રાંસ, ઈટલી, સ્પેન, બેલ્જિયમ અને સાઉથ કોરિયા દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે. સાથે જ ફિલિપાઈન્સ જેવા દેશે તો માર્કેટ જ બંધ કરી દીધા છે.. તો ભારતીય બજારોમાં શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં  અથવા તો આ ઘટાડાને અટકાવવા માટે બીજા કયા પગલાઓ લઈ શકાય છે  તે અંગે ચર્ચા કરીશુ કે આર ચોક્સીના દેવેન ચોક્સી સાથે.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે ભૂતકાળમાં કોઇ પણ કટોકટીમાં આવા પરિબળો જોવા મળ્યા નથી. હાલની પરિસ્થિતિને પહોંચી વળવા દરેક દેશ પોતાની રીતે તૈયારી કરી રહ્યું છે. ઇકોનોમીક એક્ટિવિટી બધા જ દેશોમાં અટકી છે. પહેલી વાર આવો અનુભવ થયો જ્યારે બધા જ દેશોની ઇકોનોમી અટકી હોઇ. ઇકોનોમીમાં અટકવાથી પૈસાના દરેક વ્યવ્હાર અટકી જાય છે. પૈસાના વ્યવ્હાર અટકવાથી કેશ લિક્વિડીટિની અસર જોવા મળે છે. આપણા દેશમાં પણ ક્રેડિટ સ્ક્વીઝની એક પ્રોસેસ ગણીને ચાલવું જોઇએ. હાઉસિંગ ફાઇનાન્સમાં પહેલી વખત 65% લોન ડિફોલ્ટ થઇ છે. ક્રેડિટ સ્ક્વીઝની પરિસ્થિતિમાં સરકારે નવા પૈસા સિસ્ટમમાં નાખવા જોઇએ. અમેરિકાએ 1 ટ્રિલિયન ડોલર સિસ્ટમમાં મુક્યા છે.

દેવેન ચોક્સીના મતે એવરેજ કરતા વધારે પ્રિમિયમ ટ્રેડ થવું તેજીના માર્કેટમાં સ્વભાવિક છે. મંદીમાં એવરેજ કરતા વધારે ડિસ્કાઉન્ટ ટ્રેડ થાય છે, એ પણ સ્વભાવિક છે. હાલ દરેક કંપનીના વેલ્યૂએશન સસ્તા થયા છે. કંપનીઓના કારોબાર પર હજૂ વધારે ખરાબ અસર થઇ નથી. વેલ્યૂએશન સસ્તા થવાના કારણે માર્કેટ અહીંથી સુધરવા જોઇએ. ભૂતકાળમાં માર્કેટે 3 મહિનાથી લઇને દોઢ વર્ષમાં 40% રિટર્ન આપ્યા છે. હાલ કેવું મુશ્કેલ કે હમણાનું માર્કેટ કેટલા સમયમાં રિકવર થશે. સરકારના અમુક પગલાઓથી માર્કેટમાં રિકવરી આવી શકે.

દેવેન ચોક્સીના મુજબ અત્યારના માર્કેટમાં ઘટાડો ડેરીવેટિવ માર્કેટના કારણે છે. ડેરીવેટિવ માર્કેટમાં એક્સ્ટ્રાઓર્ડિનરી ઓફ સેલિંગ થઇ રહ્યું છે. ઇકોનોમીમાં સમસ્યા ચાલતી હોઇ ત્યારે ડેરીવેટિવ માર્કેટ પર અંકુશ જરૂરી છે. મોટા પ્રમાણમાં ડેરીવેટિવ માર્કેટમાં રોકાણ થાય છે. હાલની પરિસ્થિતિમાં શોર્ટ સેલિંગ પર અંકુશ જરૂરી છે. અંકુશ નહીં આવશે તો માર્કેટ વધુ ખરાબ થઇ શકે છે. 2 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ 35-40% નીચે ઘટ્યું છે. 600-700 બિલિયન ડોલરની વેલ્થનું ધોવાણ થયું છે.

દેવેન ચોક્સીનનું માનવુ છે કે જ્યાં સુધી સત્તાવાર જાણકારી ન મળે ત્યાં સુધી તર્ક કરી શકાય નહીં. આપણે હાલ સાચી અને સચોટ માહિતી પર જ ધ્યાન આપવું જોઇએ. ક્રેડિટ માર્કેટ, બેન્ક અને NBFCsને લિક્વિડિટીની જરૂર વધારે છે. પ્રોવિઝનિન્ગ નોમ્સને થોડી છૂટ આપવી જોઇએ. 2 મહિના સુધી NPA રેકોગ્નાઇઝ નહીં કરવામાં આવે તેવું વિચારવું જોઇએ. ફેરફારના કારણે ટેક્સ કલેક્શનમાં પણ થોડી છૂટ આપવી જોઇએ. ડેરીવેટિવ માર્કેટને 4 કે 8 સપ્તાહ માટે બંધ કરવું જોઇએ. ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં LTCG ટેક્સને હાલ કાઢવું જોઇએ. કંપની પાસેથી DDT સ્ક્રેપ કરવું જોઇએ.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાવાથી નુકસાન થયું છે. ફાઈનાન્શિયલ માર્કેટના શાર્પ ફોલને કારણે એસેટની કિંમત ઘટી છે. બેન્કમાં વ્યાજ દર શૂન્ય થવાથી નુકસાન થયું છે. આ નુકસાનમાંથી બહાર આવવાની તક શોધવી જરૂરી છે. આ નુકસાનમાંથી બહાર આવવાનો વિકલ્પ ભારત છે. મોટા પ્રોજેક્ટ જાહેર કરી તેઓને રોકાણ કરવાની તક આપી છે. રોકાણકાર બેન્કથી પૈસા લઈને એ પૈસા ભારતમાં રોકવા જોઈએ. ચીન ભારતને મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવા માગતા હોય તો આ સારો સમય છે. વૈશ્વિક અર્થતંત્ર માટે આ સૌથી સારો સમય છે. ભારત માટે આ પરિસ્થિથી કેપેટલાઈઝ કરવાની છે.