બજાર » સમાચાર » બજાર

Corona pandemic: લૉકડાઉન પર સરકાર કડક - દિલ્હીમાં બે અધિકારીઓ સસ્પેન્ડ

ના રોજ પ્રકાશિત Mon, 30, 2020 પર 08:21  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોનાથી ઉદભવતા હાલાત પર કાબૂ પામવા માટે હવે અઘિકારીઓની ટીમ વિલંબ કર્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરી શકશે. સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના હેઠળ અધિકારીઓના આવા 11 એમ્પાવર્ડ ગ્રુપ બનાવ્યા છે. મેડિકલ ઈમરજન્સી માટે નીતિ આયોગના મેંબર ડૉક્ટર વી કે પૉલની જોગવાઈમાં ટાસ્ક ફોર્સ બાનાવામાં આવી છે. જ્યારે લૉકડાઉનથી જોડાયેલી સમસ્યાઓ માટે ગૃહ સચિવની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સ સમસ્યાઓ માટે કામ કરશે.


આર્થિક બાબતોના ટાસ્ક ફોર્સનું નેતૃત્વ ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનૉમિક અફેયર્સના સેક્રેટરી અતાનુ ચક્રવર્તી કરશે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતની અધ્યક્ષતાવાળી ટાસ્ક ફોર્સે ખાનગી કંપનીઓ સાથે મળીને કામ કરવું પડશે. એ જ રીતે, ટેક્નોલૉજી મેનેજમેન્ટ, જાહેર ફરિયાદો, ફૂડ એન્ડ મેડિસિન સપ્લાઇ ચેઇન, હોસ્પિટલ અને આઇસોલેશન સુવિધા, કેપેસિટી બિલ્ડિંગ, ઈન્ફોર્મેશન એન્ડ કૉમ્યુનિકેશન માટે એક અલગ ટાસ્ક ફોર્સ કામ કરશે.


આ વચ્ચે ભારતમાં કોરોના સંકટ વધતો જઈ રહ્યો છે. દેશમાં કોરોના મરીઝોની સંખ્યા 1000 ની પાર ચાલી ગઈ છે. તેનાથી દેશમાં અત્યાર સુધી 27 લોકો મૃત્યુ થઈ છે. દેશમાં કુલ મરીઝોની સંખ્યા 1047 પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી કુલ 95 મરીઝ સાજા થઈ ગયા. જ્યારે સરકાર હવે લૉકડાઉન પર કડક થઈ રહી છે. ગૃહ મંત્રાલયે હાઈવે પૂરી રીતે સીલ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યોની સીમાઓ પણ પૂરી રીતે સીલ કરવાનો આદેશ આપ્યો છે. ખાલી જરૂરી સામાનની ગાડીઓને જ આવા જવાની છૂટ આપવામાં આવી રહી છે. બરબાર જવાબદારીઓ ન નિભાવા પર દિલ્હીના બે અઘિકારીઓને સંસ્પેંડ પણ કર્યા છે.

દુનિયામાં કોરોના સંકટ પર નજર નાખતા દુનિયાભરમાં 7.2 લાખ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. અત્યાર સુધી 33925 હજાર લોકો એ આ સંક્રમણના ચાલતા જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે યુએસમાં સોશલ ડિસ્ટેંસિંગ ગાઇડલાઈંસ 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. પ્રેસિડેંટ ટ્રંપે ડિસ્ટેંસિગ ગાઇડલાઈંસ 30 એપ્રિલ સુધી વધારી દીધી છે. માનવામાં આવી રહ્યુ છે કે 15 એપ્રિલ સુધી યુએસમાં મામલા તેજીથી વધી શકે છે. ત્યારે ઈટલીમાં નવા મામલામાં ઘીરે ઘીરે ઘટાડો આવી રહ્યો છે.