બજાર » સમાચાર » બજાર

Corona virus: અમેરિકા પર કોરોનાનો ડબલ માર, ઝૂ માં વાઘણને થયું કોરોના સંક્રમાણ

ના રોજ પ્રકાશિત Mon, 06, 2020 પર 12:11  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોનાનું સંકટ આખી દુનિયામાં વધી રહ્યું છે. ચામાચીડિયા દ્વારા મનુષ્યમાં ફેલાયેલો આ કોરોના વાયરસ હવે પ્રાણીઓમાં પણ ફેલાવા લાગ્યો છે. અમેરિકામાં એક ઝૂ માં ટાઇગર કોરોના પોઝિટીવ મળી આવ્યું છે. માનવામાં આવે છે કે અમેરિકામાં કોઈ પ્રાણીમાં આ પ્રથમ સંક્રામણ છે.


ન્યૂયોર્કના બ્રોન્ક્સ ઝુ એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે 4 વર્ષની મલેશિયાઇ ટાઇગર નાદિયા અને 6 અન્ય ટાઇગર અને સિંહો બીમાર થઇ ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે ટાઇગરને એક ઝૂ કર્મીએ સંક્રમિત કર્યું છે. ન્યુયોર્કમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેથી ઝૂ સામાન્ય લોકો માટે 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત તેના 27 માર્ચે લક્ષણ જોવા મળ્યાં હતાં. નાદિયાનો નમૂનો લઈને પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં તે પોઝિટીવ આવ્યો છે.


હવે 5 અન્ય સિંહો અને ચિત્તોનો નમૂનો લેવામાં આવ્યો છે જેમા કોરોનાના લક્ષણ જોવા મળી રહ્યા છે. ઝુ ના અન્ય સિંહોમાં પણ આ વાયરસના લક્ષણ જોવા મળી રહ્યા છે. ઝુ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, તેને સુકી ખાસી થઈ હતી અને આશા છે કે તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ જાશે. જો કે, અન્ય પ્રાણીઓમાં એના લક્ષણો નથી દર્શાવ્યા. ઝુ એ જણાવ્યું છે કે નાદિયાને છોડીને કોઈનો કોરોના પોઝિટિવ નથી આવ્યું.


ઝુ એ પોતાના નિવેદનમાં કહ્યું કે નાદિયાની કાળજીપૂર્વક ટેસ્ટ કરવામાં આવ્યું છે. તેમાં જે પણ માહિતી મળી છે તે કોરોના વાયરસને સમજવામાં યોગદાન આપશે. કોરોના વાયરસ હવે પ્રાણીઓમાં ફેલાવા વિશે નવા પ્રશ્નો ઉભા થઇ શકે છે. અમેરિકાની વેટરનરી લેબ જેણે નાદિયાને કોરોના પોઝિટિવની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે અમેરિકામાં અત્યાર સુધી આવો કોઈ કેસ સામે નથી આવ્યો, જેમાં કોઈ પાલતુ પ્રાણીએ લોકોને સંક્રમિત કર્યો હશે.


જાનવરોનું માનવું છે કે દુનિયા ભરમાં કોરોના વાયરસનનો સંક્રમણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ ને જ થાય છે.