બજાર » સમાચાર » બજાર

Corona virus: કોરોના દર્દીઓ માટે રેલ્વે કોચ બની શકે છે આઈસોલેશન વાર્ડ

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 12:51  |  સ્ત્રોત : CNBC-Bajar

કોરોના વાયરસના વધતા પ્રકોપથી સમગ્ર દેશ ગ્રસ્ત છે. વિશ્વના ઘણા દેશો તેની પકડમાં આવી ગયો છે. દેશમાં પણ કોરોના સંક્રમિત કેસની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય રેલ્વે કોરોના દર્દીઓ માટે ટ્રેનના ડબ્બાને આઇસોલેશન વોર્ડ તરીકે ઉપયોગ કરવાનું વિચારી રહી છે.


રેલ્વે દરરોજ 13,523 ટ્રેનો ચલાવે છે અને દેશભરમાં લોકડાઉન થવાને કારણે 14 એપ્રિલ સુધી તમામ પેસેન્જર સેવાઓ રદ કરવામાં આવી છે.


લાઇવ મિન્ટે સ્રોતોના હવાલાથી સમાચાર પ્રકાશિત કર્યા છે. લાઇવ મિન્ટ અનુસાર બુધવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ખાલી કોચ અને કેબિન્સને આઇસોલેશન વોર્ડ તરીકે વાપરવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં રેલ્વે મંત્રી પિયુષ ગોયલ, ચેરમેન વીકે યાદવના તમામ ઝોનના જનરલ મેનેજર અને ડિવિઝન મેનેજર મોઝબદ રહે છે.


કોરોના વાયરસ સંકટથી સામનો કરવા માટે પીએમ મોદીએ બુધવારે કેબિનેટની બેઠક કરી હતી. આ પછી રેલવેએ આ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી.


ચેરમેન વીકે યાદવે કહ્યું કે રેલવે કોચ અને કેબીનનો હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં કન્સલ્ટેશન રૂમ, મેડિકલ સ્ટોર, આઇસીયુ અને પેન્ટ્રી બનાવી શકાય છે.


આ કોચ દેશના તે ભાગોમાં મોકલી શકાય છે, જ્યાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થયો છે.


WHOના એક અનુમાન મુજબ, ભારતમાં પ્રતિ 1000 લોકો પર 0.7 બેડ છે. જ્યારે તેને 2 બેડ સુધી વધારવાનું લક્ષ્યાંક છે. WHO દેશમાં પ્રતિ 1000 લોકો પર ઓછામાં ઓછા 3 બેડ બનાવાની વાત કરી છે.


જાણીએ કે સમગ્ર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 649 થઈ ગઈ છે. તેમાં 592 એક્ટ કેસ છે. જ્યારે 42 લોકો સાજા થયા છે અને 13 લોકોનાં મોત થઇ ગયા છે.