બજાર » સમાચાર » બજાર

ચીનમાં કોરોના વાયરસનો કહેર

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 12:41  |  સ્ત્રોત : CNBC-Bajar

ચીનમાં કોરોના વાયરસથી વધી રહી છે ચિંતા. અત્યાર સુધી 1500 લોકોના મૃત્યુ અને વિશ્વભરમાં 67,000 લોકો કોરોનાની અસર હેઠળ છે. જે માંથી મોટા ભાગે ચીનમાં છે. જાપાનના દરિયાકાંઠે આવેલા ક્રૂઝ શીપમાં ત્રીજા ભારતીય નાગરિક કોરોના વાયરસના પરિક્ષણમાં પોઝેટીવ આવ્યો છે. જાપાનમાં ત્રણ ભારતીય નાગરિક કોરોના વાયરસની અસર હેઠળ છે હાલ તેમની સ્થિતી સ્થીર છે. 4 ફેબ્રુઆરીથી 37,000થી વધુ મુસાફરો શીપમાં સવાર હતા જેમા 138 ભારતીય છે.


ચીનમાં કોરોના વાયરસ વિરૂદ્ધ ખોફ વચ્ચે ડોક્ટર અને નર્સ પોતાના વાળ મુંડાવી રહ્યા છે. ડૉક્ટર અને નર્સને ઈન્ફેક્શનથી બચવા માટે આવું કરવાની સલાહ અપાઈ.


વુહાનમાં કોરોના વાયરસ ગ્રસ્ત દર્દીઓની સારવારના કારણે ડોક્ટર અને નર્સ પોતાના વાળ કપાવી રહ્યાનો વીડિયો પણ સામે આવ્યો. આ નર્સોએ માથું મુંડાવવાની આવશ્યકતા એટલા માટે ઉભી થઈ કેમ કે ઈન્ફેક્શનથી બચાવતો એપ્રોન તેઓ સરળતાથી પહેરી શકે.


આ નર્સોએ સોશિયલ મીડિયામાં પોતાની નવી તસવીરો પોસ્ટર કર. જેમાં તેમના માથા પરથી વાળ ગાયબ છે. નર્સ ઉપરાંત ડોક્ટરોએ પણ પોતાના વાળ મુંડાવી નાખ્યાં. ચીનની એક હોસ્પિટલનો એક એવો વીડિયો પણ સામે આવ્યો. જેમાં દર્દીઓ અને મેડિકલ સ્ટાફ ડાન્સ કરતા જોવા મળ્યા.